thesis

સ્વૈચ્છિક સેવા સંગઠનોનું સંચાલનઃ ‘ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના બારા પ્રદેશના કેટલાક પસંદગીયુક્ત સ્વૈચ્છિક સેવા સંગઠનોનો અભ્યાસ’

Abstract

ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના બારા વિભાગમાં શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ સંરક્ષણ અને રોજગાર ક્ષેત્રે તથા ગરીબી અને બેકારી દૂર કરવાના ક્ષેત્રે અને સમાજવિકાસ તથા લોકકલ્યાણના કાર્યો કરતી અનેક સંસ્થાઓ છે. આવી સંસ્થાઓ ઉત્પાદનના સાધનોનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી સમાજના જરૂરીયાત મંદ લોકો સુધી વિકાસના ફળ પહોંચાડે તે માટે સ્વૈચ્છિક સેવા સંગઠનોનું સંચાલન યોગ્ય રીતે થવું જોઈએ. સ્વૈચ્છિક સેવા સંગઠાનોની ભૂમિકા સમાજકલ્યાણ અને લોકવિકાસના કાર્યોમાં દિનપ્રતિદિન વધતી જાય છે. જ્યાં સરકાર કે સરકારની એજન્સીઓ આવા કાર્યો કે સેવાઓ આપવા માટે પ્રાથમિક રીતે જવાબદાર છે, તેવા ક્ષેત્રોમાં પણ સ્વૈચ્છિક સેવા સંગઠનોની કામગીરી નોંધપાત્ર રહી છે. આવી સંસ્થાઓ સરકારની પૂરક ભૂમિકાઓ ભજવે છે. ભરૂચ જિલ્લાના બારા પ્રદેશમાં વિવિધ ક્ષેત્રે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓની કામગીરીની જાણકારી મેળવી, તેના વ્યવસ્થિત સંશોધન અભ્યાસથી આવી સંસ્થાઓની કામગીરીમાં સુધારા માટે કેટલાક રચનાત્મક સૂચનો આપવાનું કામ સંશોધન અભ્યાસના પરિણામો આપશે. આ અભ્યાસનો ઉપયોગ આ વિસ્તારની સ્વૈચ્છિક સંસ્થાઓ સ્વમૂલ્યાંકન માટે પણ કરશે. આ અભ્યાસના તારણો અને સૂચનો ગુજરાત સરકાર, ભરૂચ જિલ્લાની સરકારી એજન્સીઓ, સ્વૈચ્છિક સેવા સંગઠનો અને સ્વૈચ્છિક ક્ષેત્રે કામ કરવા ઇચ્છતા સામાજીક કાર્યકરો અને આ ક્ષેત્રના જીજ્ઞાસુ વિદ્યાર્થીઓને કેટલુંક ઉપયોગી માર્ગદર્શન આપશે

    Similar works