thesis

પર્યાવરણીય અર્થશાસ્ત્રમાં ઔદ્યોગિક એકમોની સામાજિક જવાબદારીઓ અને તેની સિધ્ધિઓ” – ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઈઝર્સ કંપની લિમિટેડ, ભરૂચનાં સંદર્ભમાં

Abstract

પર્યાવરણીય અર્થશાસ્ત્રનો ઉદ્ભવ એ તાજેતરની ઘટના છે. પર્યાવરણીય પ્રશ્ર્નોને અર્થશાસ્ત્રીય દ્રષ્ટિબિંદુથી તપાસવાનું કાર્ય હવે ખૂબ મહત્વનું ગણવામાં આવે છે. એક બાજુ, ઔદ્યોગિક વિકાસ નોંધપાત્ર રીતે આર્થિક વિકાસને પ્રેરે અને પોષે છે. અને બીજી બાજુ, આ ઔદ્યોગિક વિકાસ અને તેને સંલગ્ન આનુવંશિક પ્રવૃત્તિઓ ખૂબ જોખમી રીતે પર્યાવરણને હાનિ પહોંચાડે છે. ઔદ્યોગિકરણની વધતી જતી હરણફાળ, વધતા જતા કારખાનાંઓનાં જંગલો, કારખાનાંઓનાં ઝેરી ગંદા રસાયણોથી, પ્રદૂષિત થતી ગુજરાતની નદીઓ, જળસૃષ્ટિ, વન્યસૃષ્ટિ ને કારણે જાહેર આરોગ્ય અને સુખાકારી જોખમમાં મૂકાઈ છે. પ્રદૂષણ માનવી અને પ્રકૃતિનાં સહિયારા પ્રયાસથી ઉદ્ભવે છે. કુદરતી પ્રદૂષણ ઓછું જોખમકારક અને તેની ઘાતક અસરો લાંબાગાળે અનુભવી શકાય છે. જ્યારે માનવસર્જિત પ્રદૂષણ વધુ નુકશાનકારક અને તત્કાલ અસરો જન્માવે છે. માનવસર્જિત પ્રદૂષણ એક આંતરરાષ્ટ્રીય અને વિશ્ર્વની ગંભીર સળગતી સમસ્યા છે. ભરૂચની ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિમિટેડ એશિયા ખંડની આગળ પડતી, એકસ્તોત્રીય, અત્યાધુનિક ટૅકનોલોજી અને આઈ.ટી. આધારિત પધ્ધતિઓ મુજબ ચાલતી એમોનિયા – યુરિયા પ્લાન્ટ ધરાવતી કંપની તરીકે પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરવામાં સફળ રહી છે. વૈશ્ર્વિકીકરણનાં યુગમાં ઉત્પાદન, બજાર, માર્કેટીંગ તેમ જ મેનેજમેન્ટનો આખો સંદર્ભ જ બદલાઈ ગયો છે. આધુનિકતાવાદ, અનુઆધુનિકતાવાદ, ગ્લોબલાઈઝેશન પછી હવે નવ્ય અનુઆધુનિકતાવાદનાં યુગમાં અન્ય વિરાટ કાય કંપનીઓની જેમ જ ભરૂચની જી.એન.એફ.સી. સામે પણ અનેક પડકારો તો છે જ. જી.એન.એફ.સી. ભરૂચ આ બાબતે ઉદાહરણીય પૂરવાર થયું છે. એનું ધ્યેય અર્જુનનાં મત્સ્યવેદ્ય જેવું રહ્યું છે. પર્યાવરણનાં તેમજ સામાજિક જવાબદારીઓનાં ભોગે માત્ર નફો કરવાનો જ હેતુ રાખવાનો નથી. આ તમામ જવાબદારીઓને ધ્યાનમાં રાખી સમતોલ તેમ જ નિયંત્રણમાં રહીને ટકાઉ પોષણક્ષમ વિકાસ કરવાનું છે. અને જી.એન.એફ.સી. ભરૂચ તેમાં સફળ રહી છે

    Similar works