thesis

સ્વામિનારાયણ સંપ્રદાયના તત્વજ્ઞાન દ્વારા ભારતીય ઉદ્યોગકર્તાઓની સંચાલકીય સમસ્યાઓના ઉકેલનો અભ્યાસ

Abstract

ભારત સૌથી પ્રાચીન અને વૈદિક સંસ્કૃતિ અને વિચારધારા ધરાવતું સુસંસ્કૃત રાષ્ટ્ર છે. સૌ પ્રથમ ભારતે સમગ્ર વિશ્ર્વને માનવજીવનની શરૂઆતમાં સંસ્કારીતા અને શ્રેષ્ઠતમ વિચારોની રજૂઆત આપી. મર્યાદિત વ્યાપારક્ષેત્રમાંથી ઉત્તરોત્તર બ્રિટીશ શાસકોના નેજા નીચે વિશાળપાયા પર ઉત્પાદન ખરીદ-વેંચાણ અને સંચાલકિય કામગીરી અસ્તિત્વમાં આવી. તેમજ બ્રિટીશ શાસકોના શાસનમાં ભારતની આર્થિક, સામાજિક, રાજકિય પરિસ્થિતિ વધુ વિકટ બની અને ઔદ્યોગિક ક્રાંતિના મંડાણ થતા ગૃહઉદ્યોગો અને નાનાપાયાના ધંધા-ઉદ્યોગોનો રકાસ થયો. આઝાદી પછી પણ ભારતમાં પરદેશી વિચારધારા અમલમાં રહેતા ભારત દેશે વિકાસ તો કર્યો તેની સાથે અમેરિકન સંચાલન વિચારધારા અને જાપાનીઝ સંચાલન વિચારધારા જેવી વિદેશી વિચારધારાનો વિકાસ થયો, પરંતુ સૌથી મોટી સમસ્યાએ થઈ કે આપણા મૂલ્યો, સિધ્ધાંતો, રીતિનીતિ વગેરેમાં મુળ વૈદિકમૂલ્યો અને સંસ્કારીતા પડી હતી. જ્યારે પરદેશી વિચારધારા સાથે તેનો સુમેળ ન હતો. પરીણામે આવી વિષમ પરિસ્થિતિ સર્જાતા ધંધાકીય પર્યાવરણને પરદેશી વિચારધારા માફ્ક ન આવી અને કુદરતી, માનવીય અને બૌધ્ધિક શક્તિ હોવા છતાં ભારતદેશ સંચાલન ક્ષેત્રે અલ્પવિકસિત રહ્યો. પ્રસ્તુત શોધનિબંધ દ્વારા સંશોધકનો ઉદેશ સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉદ્ભવ કેવી રીતે થયો તેમજ શ્રીસહજાનંદસ્વામીનું જીવન અને તેમના દ્વારા ભારતની પવિત્રભૂમી પર થયેલ યુગકાર્યને સંક્ષીપ્તમાં સમજવાનો છે. તેમની માનૂષીલીલા, ઐશ્ર્વર્ય, ચારિત્ર્ય, નૈતિકતા, સદ્ગુણયુક્ત આચરણભર જીવન અને કવનના દરેક પાસાની સુક્ષ્મછણાવટ અને તેમણે આપેલ તત્વજ્ઞાન સ્વામિનારાયણ સાહિત્યના અભ્યાસ દ્વારા સંશોધકે રજૂ કરેલ છે

    Similar works