thesis

ભારતના ખનિજતેલ ઉદ્યોગની ઉત્પાદકતાના વલણોનું વિશ્ર્લેષણ” (શુધ્ધિકરણની કામગીરી કરતી કંપનીઓના સંદર્ભમાં)

Abstract

વ્યક્તિગત કલ્યાણ, ઉદ્યોગોની સફળતા અને રાષ્ટ્રનો વિકાસ અન્ય પરિબળોની સરખામણીમાં તેની ઉત્પાદકતા પર વધારે આધારીત રહે છે. એવું બની શકે કે દુનિયાના વિવિધ દેશોમાં ઉત્પાદકતાના સંદર્ભમાં રાજકીય વિચારસરણીથી, અર્થશાસ્ત્રના દ્રષ્ટિબિંદુથી કે અન્ય કારણોથી વિચારભેદ ઉદ્ભવતા હોય તેમ છતાં અંતે તો વિશ્વકક્ષાએ બધા જ રાષ્ટ્રો ઉત્પાદકતાનું ધોરણ ઉંચુ લાવવા માટે એકમત-સહમત થાય છે. ઉત્પાદકતાનો વિચાર ઘણો જૂનો છે, પરંતુ ઔદ્યોગિક પ્રગતિના પર્યાય તરીકે તેનો ઉપયોગ બીજા વિશ્ર્વયુધ્ધ બાદ થયો. કોઈપણ રાષ્ટ્રનો વિકાસ અને રાષ્ટ્રની ઉત્પાદકતા એક સિક્કાની બે બાજુ ગણાશે. ઉદ્યોગોનો વિકાસ, નફાકારકતા, વેતનવૃધ્ધિ, રાષ્ટ્રની ઔદ્યોગિક પ્રગતિ અને ઉંચા જીવનધોરણ અને ઉત્પાદકતાનું સ્થાન ઔદ્યોગિક જગતમાં પ્રથમ ક્રમાંકે જોવા મળે છે. સૌ પ્રથમ, વર્ષ ૧૭૬૬ માં કવેરને દ્વારા લખાયેલા લેખમાં “ઉત્પાદકતા” શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો. એક સદી કરતાં પણ વધારે સમય પછી ૧૮૮૩ માં લિટરે ઉત્પાદકતાને “નીપજ (પરિણામ)ની શક્તિ” એટલે કે ઉત્પાદન કરવાની ઇચ્છા તરીકે પ્રસ્થાપિત કર્યું. ૧૮મી સદીના અંતમાં “ઉત્પાદકતા માપન” નો અર્થશાસ્ત્ર અને સંચાલનની એક અભ્યાસશાખા તરીકે ઉદ્ભવ થયો, પરંતુ ૧૯૫૦ માં યુરોપીય આર્થિક સહકાર સંગઠને (OEEC) - ૧૯૫૦ ઉત્પાદકતાનો ઔપચારિક અભિગમ આપ્યો. ૧૯૫૦ થી ૧૯૬૦ ના દશકા દરમ્યાન આ સંગઠન ઉત્પાદકતા અંગેના જ્ઞાનનો ફેલાવો કરવામાં સક્રિયપણે રોકાયેલ હતું. યુનાઈટેડ સ્ટેટ્સમાં, આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (IPO), યુરોપીય ઉત્પાદકતા એજન્સી સાથે સંકળાયેલ ખાસ એજન્સીઓની ૧૯૫૩માં સ્થાપના થઈ

    Similar works